News Update

  • Home
  • /
  • News Update

સ્વતંત્રતા સેનાની સન્માન

Date:- 10-08-2020
Description:- દર વર્ષે ૯ મી ઓગષ્ટના રોજ "હિંદ છોડો આંદોલન "ની ઉજવણી વષઁગાંઠે દેશના વિવિધ સ્વતંત્ર સેનાનીઓને રાષ્ટ્રપતિ ભવન દ્વારા બહુમાન કરાય છે .હાલ ગુજરાત રાજ્ય માંથી ૮ જેટલા સ્વતંત્રસેનાનીઓમાના લોહાણા સમાજ અંજારના, શિક્ષણની જયોત પ્રજવલિત કરનાર નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રથમ શાસના અધિકારી, અંજાર લોહાણા મહાજનના પૂવઁ પ્રમુખશ્રી માન. વં.શ્રી તુલસીદાસભાઈ ડી.જોબનપુત્રાસાહેબને રાષ્ટ્રપતિ ભવન દ્વારા આવેલ બહુમાનને હાલના સંજોગોએ અંજારના પ્રાંત અધિકારીશ્રી વી.કે.જોષીસાહેબ, મામલતદારશ્રી એ.બી.મંડોરીસાહેબ દ્વારા નિવાસસ્થાને રુબરુ જઇ ગૌરવયુકત આત્મીય સન્માન સુપૃત કરેલ હતું. સમાજના વડીલમોભીના સન્માને અંજાર લોહાણા મહાજન અભિનંદન પાઠવી ગૌરવની લાગણી અનુભવતા સૌના આભાર વ્યક્ત કરે છે સાથે સાહેબનું સ્વાસ્થ્ય સદૈવ નિરોગી રહે તેવી પરમાત્માને પ્રાથઁના. વંદન સહ . અંજાર લોહાણા મહાજન અંજાર કચ્છ