News Update

  • Home
  • /
  • News Update

શ્રીરામ મંદિર નિર્માણ

Date:- 31-07-2020
Description:- રઘુવંશમાં પ્રગટ થઈ રઘુકુળને ગૌરવ અપાવનાર ભગવાનશ્રી રામચંદ્રજીની પ્રાગટ્ય ભુમી અયોધ્યા મધ્યે પાંચસો વર્ષનાં લાંબા સંઘર્ષ બાદ તેમનાં પ્રાગટ્ય સ્થળ પર ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય આપણા દેશના ગૌરવવંતા પ્રધાનમંત્રી માન. શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં વરદ્ હસ્તે ભુમી પૂજન-શિલારોપણ સાથે આગામી તા. ૫/૦૮/૨૦૨૦ નાં રોજ થવા જઈ રહેલ છે, ત્યારે આપણા રઘુવંશીઓ માટે ગૌરવવંતા આ દિવસને આપણૅ સૌ દિપાવલી પર્વની જેમજ ઉજવીએ અને આપણા ઘર તથા વ્યવસાયનાં સ્થળને દિપ રોશની દ્વારા સુશોભિત કરીએ તેવી સૌ રઘુવંશી પરિવારોને વિનંતી સહ અપીલ.