ઇતિહાસ | શ્રી અંજાર લોહાણા મહાજન

ઇતિહાસ

  • Home
  • /
  • ઇતિહાસ

ઇતિહાસ

શ્રી અંજાર લોહાણા મહાજન - ઇતિહાસ

એકતા, બંધુત્વ, સામાજીક સમરસતા, સમાજનો સર્વાગી વિકાસ એ રીતેનાં ચાર મુખ્ય પાયા પર રચાયેલ આ મહાજન સંસ્થાની રચનાનો ઇતિહાસ તો ઘણો જુનો છે, પરંતુ સંસ્થાની કાયદેસર ટ્રસ્ટ તરીકે મુંબઈ પબ્લીક ટ્રસ્ટની જોગવાઈઓ મુજબ નોંધણી ઈ.સ.૧૯૬૧ની સાલમાં તત્કાલીન સમાજ અથ્યક્ષ શ્રી મુરજી પરસોતમભાઈ દક્ષિણીએ કરાવેલ, અને આ ટ્રસ્ટ ચેરીટી કમિશનરશ્રીની કચેરી, કચ્છ પ્રદેશ સમક્ષ રજી. નંબર એ - ૩૭૫થી નોંધણી થવા પામેલ.

અંજારએ તાલુકાનું તથા પૂર્વ કચ્છનું વડુ મથક હોવાના કારણે આ જ્ઞાતિ મહાજન ટ્રસ્ટ સાથે આસપાસના ૨૪ પરગણાનાં ગામોના જ્ઞાતિ મહાજનોપણ જોડાયેલા રહેલા છે, જેમાં લાખાપર, રતનાલ, વરસામેડી, ઝરુ તુણા, ખેડોઇ, કિડાણા વગેરે મુખ્ય છે.

સમાજનાં અનેક મુખ્ય સુત્રધારો, વડીલો, આગેવાનો સમાજ શ્રેષ્ઠીઓએ સમયાંતરે જ્ઞાતિના વિકાસ માટે પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપી જ્ઞાતિસામાજીક રીતે આગળ લાવવામાં મહત્વની ભુમીકા ભજવેલ, તેમજ સમાજમાં શીક્ષણને પ્રોત્સાહીત કરતી પ્રવાર્તીઓ માટે સ્વયંસેવક મંડળ, મહીલાઓ માટેશ્રી અંજાર લોહાણા મહીલા વિકાસ ગ્રહ જેવી સંસ્થાઓ રચના કરી યુવાનો અને મહીલાઓને પણ સમાજસેવાની પ્રવાર્તીમાં સાંકળવાનાં પ્રયત્નો કરેલ. જે પૈકી શ્રી મુળજીભાઈ પરસોતમભાઈ જે પૈકી શ્રી મુલજીભાઈ પરસોત્તમભાઈ દશ્રીણી, વિશ્રામભાઈ ખીમજીભાઈ પલણ, આણંદજીભાઈ ઉમરશીભાઈ ઠક્કર(ગોકુબાપા), આણંદજીભાઈ ભવાનજીભાઈ ઠક્કર(વકીલ), વાઘજીભાઈ લાલજીભાઈ પલણ, ડુંગરશીભાઈ પરશોતમ ભાઈ સોમેશ્વર, મંગલજીભાઈ ખીમજીભાઈ પલણ, મંગલજીભાઈ ખીમજીભાઈ માથકીયા, દેવશીભાઈ કલ્યાણજીભાઈ ઠકકર, વિઠ્ઠલદાસ બચુભાઈ કોડરાણી, મુળજીભાઈ સુરજીભાઇ સોમૈયા, રામજીભાઈ પ્રાગજીભાઈ ઠકકર, હરીરામભાઈ મેઘજીભાઈ ઠકકર, કાકુભાઈ ખીમજીભાઈ માથકીયા, રણછોડદાસ કચરાભાઈ ઠકકર, નરશીદાસ મુરજીભાઇ સોમૈયા, તુલસીદાસ ધનજીભાઈ જોબનપુત્રના નામો મુખ્ય ગણાવી શકાય.

હાલ સમાજના પ્રમુખ તરીકે શ્રી રાજેન્દ્રભાઈ દેવજીભાઈ કોડરાણી છેલ્લા ૨૫ વર્ષથી પોતાની સેવાઓ આપી રહ્યા છે, આ સાથેજ હાલમાં તેઓ શ્રી અખિલ કચ્છ લોહાણા મહાજનના અધ્યક્ષ તરીકે પણ કાર્યરત છે. તેમના કાર્યકાળ દરમ્યાન સમાજવાડી નું નવીનીકરણ, સમાજના લોકો માટેના અંતિમ વિસામાનું સ્થળ એટલે કે ગોવિન્દાસ્થાનનું આધુનિકરણ, ગોવિન્દાસ્થાન પરીસરમાં આવેલ જંગલેશ્વર મહાદેવ મંદિરનું પુનઃ નિર્માણ, જ્ઞાતિ ઇષ્ટ દેવતા શ્રી દરિયાલાલજીના મંદિરને આધુનિક ટચ આપવા સાથે આ મંદિર પરીસરમાં આવેલ શંકર ભગવાનના મંદિરનું પુનઃ નિર્માણ, શ્રી દ્વારકાધીશ મંદિરનું પુનઃ નિર્માણ એ રીતેનાં ઘણા બધા વિકાસના કાર્યો સાથે સમાજસેવાની સાથે સાથે જન સેવાના કાર્યોને પણ પ્રાધાન્ય આપી એક નવીન વિચારસરણીનો અમલ કરવામાં આવેલ.

સને ૨૦૦૧ નાં ભુકંપ અગાઉ શ્રી સદગુરુ પરીવાર ટ્રસ્ટ – રાજકોટ દ્વારા જ્ઞાતિ મહાજન ટ્રસ્ટનાં સહકારથી મહાજન વાડી પરીસરમાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ, રીલાયન્સ જેવા મોટા ઔદ્યોગીક જુથ, સરકારનાં વિવિધ વિભાગોનાં સહકારથી શરુ કરવામાં આવેલ મેડીકલ સહાય, જીવનજરૂરી વસ્તુની સહાય, ભોજનશાળા સહીતનાં કેમ્પએ અન્ય સમાજના લોકોમાં પણ આપણી જ્ઞાતિ પ્રત્યે આદરભાવ પેદા કરેલ. જ્ઞાતિના ભુકંપ અસરગ્રસ્તો ને તેમના કપરા કાળમાં સરકારી સહાય મેળવવા માટે સરકારી વહીવટની આટીઘુંટીમાં ન અટવાવું પડે તે માટે તમામ પ્રકારની સહાય માટેના ફોર્મ જ્ઞાતિ મહાજન વાડી મધ્યે જ ભરવા માટેની વ્યવસ્થા કરવામાં આવેલ અને સહાયની રકમ માટેની વ્યવસ્થા પણ અધિકારીશ્રીઓ મારફત ત્યાજ ગોઠવાય તે પ્રકારનું આયોજન કરવામાં આવેલ.

હાલમાં પણ શ્રી અંજાર લોહાણા મહાજન ટ્રસ્ટ તથા આ ટ્રસ્ટ સંલગ્ન અન્ય સંસ્થાઓ (૧) શ્રી અંજાર લોહાણા સ્વયંસેવક મંડળ (૨) માતૃશ્રી કંકુબાઈ ખટાઉ માવજી શેઠીયા લોહાણા મહિલા વિકાસ ગૃહ – અંજાર, (૩) શ્રી અંજાર તાલુકા લોહાણા મહાજન, (૪) શ્રી અંજાર લોહાણા યુવા ગ્રુપ તથા (૫) શ્રી માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ – અંજાર સમાજમાં શિક્ષણને પ્રોત્સાહન મળે તે માટે સ્વયંસેવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભ, નોટબૂક પાઠ્યપુસ્તક વિતરણ, સમાજનાં લોકો સુરક્ષિત રીતે નવરાત્રી નો આનંદ માની શકે તે માટે યુવા મંડળ દ્વારા નવરાત્રી, સમાજના લોકોમાં બન્ધુત્વની ભાવના જળવાય તે માટે સ્નેહમિલન વિ. નું આયોજન કરવામાં આવે છે, આ ઉપરાંત સમાજનો આ યુવા વર્ગ સમાજ દ્વારા ઉજવાતા શ્રી ઝૂલેલાલ જન્મ જયંતી, શ્રી જલારામ જન્મજયંતી જેવા ધાર્મિક ઉત્સવોમાં પણ પોતાનું સક્રિય યોગદાન આપતો રહે છે. આ ઉપરાંત સમાજના મહિલા વિકાસ ગૃહદ્વારા સમાજની મહિલાઓ આર્થિક રીતે પગભર બને તે માટે શીવન કેન્દ્ર, ભરત ગુથણવર્ક, બ્યુટીપાર્લર, મર્ડવર્ક તથા રસોઈ અંગેના માર્ગદર્શન ક્લાસોનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત સમાજ દ્વારા મેડીકલ ક્ષેત્રે કુદરતી ઉપચાર, ઘુટણના દર્દના કેમ્પ, એક્યુપ્રેસ્રર, નવી ભોજન પ્રથાના કેમ્પની સાથે સાથે શ્રી માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી શ્રી સદગુરુ પરિવાર ટ્રસ્ટ – રાજકોટની સાથે રહી દર માસની ૨૩ મી તારીકે નેત્રયગ્નનનું આયોજન કરવામાં આવે છે, જેનો લાભ અંજાર તાલુકા તથા આસપાસના તાલુકાના તમામ સમાજના લોકો લે છે. સમાજ તથા તેની સંલગ્ન સંસ્થાઓ દ્વારા અમ્બ્યુલન્સ સેવા ચલાવવામાં આવે છે, મૃતદેહને સાચવવા માટે શિતપેટીની સેવા પણ આપવામાં આવે છે, તથા વિવધ મેડીકલ સાધનો, વ્હીલચેર વિગેરે પણ ઉપયોગ માટે હંગામી સમય માટે આપવામાં આવે છે.

પરમ વત્સલ ભગવાન શ્રી રામચંદ્રજી, શીખ સંપ્રદાયના સ્થાપક વંદનીય શ્રી ગુરુનાનક સાહેબ, પરમ ભક્ત શ્રી જલારામ બાપા, વીરદાદા જસરાજ જેવા સંત શિરોમણીએ જે કુળમાં જન્મ લઇ કુળને ગૌરવ બક્ષેલ છે, તેવા રઘુકુળના વંશજો એવા આપને લોહાણા જ્ઞાતિજનોની માનસિકતા માત્ર સમાજ પુરતીજ સંકુચિત ન હોઈ શકે તેવી ઉતમ વિચારધારા ધરાવતા હાલના જ્ઞાતિ અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ દેવજીભાઈ કોડરાણીએ આપના જ્ઞાતિને ન કેવળ શહેરમાં પરંતુ સમગ્ર દેશમાં એક આગવું ગૌરવ અપાવેલ છે. તેમના નીડર નૈતૃત્વનું ગૌરવ સમાજની સાથે સાથે અન્ય સમાજના લોકો પણ સ્વીકારે છે .