મુખ્ય પૃષ્ઠ | શ્રી અંજાર લોહાણા મહાજન

શ્રી અંજાર લોહાણા મહાજન આ૫નું સ્વાગત કરે છે.

સુસ્વાગતમ.

શ્રી અંજાર લોહાણા મહાજન - ઇતિહાસ

એકતા, બંધુત્વ, સામાજીક સમરસતા, સમાજનો સર્વાગી વિકાસ એ રીતેનાં ચાર મુખ્ય પાયા પર રચાયેલ આ મહાજન સંસ્થાની રચનાનો ઇતિહાસ તો ઘણો જુનો છે, પરંતુ સંસ્થાની કાયદેસર ટ્રસ્ટ તરીકે મુંબઈ પબ્લીક ટ્રસ્ટની જોગવાઈઓ મુજબ નોંધણી ઈ.સ.૧૯૬૧ની સાલમાં તત્કાલીન સમાજ અથ્યક્ષ શ્રી મુરજી પરસોતમભાઈ દક્ષિણીએ કરાવેલ, અને આ ટ્રસ્ટ ચેરીટી કમિશનરશ્રીની કચેરી, કચ્છ પ્રદેશ સમક્ષ રજી. નંબર એ - ૩૭૫થી નોંધણી થવા પામેલ.

અંજારએ તાલુકાનું તથા પૂર્વ કચ્છનું વડુ મથક હોવાના કારણે આ જ્ઞાતિ મહાજન ટ્રસ્ટ સાથે આસપાસના ૨૪ પરગણાનાં ગામોના જ્ઞાતિ મહાજનોપણ જોડાયેલા રહેલા છે, જેમાં લાખાપર, રતનાલ, વરસામેડી, ઝરુ તુણા, ખેડોઇ, કિડાણા વગેરે મુખ્ય છે.

સમાજનાં અનેક મુખ્ય સુત્રધારો, વડીલો, આગેવાનો સમાજ શ્રેષ્ઠીઓએ સમયાંતરે જ્ઞાતિના વિકાસ માટે પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપી જ્ઞાતિસામાજીક રીતે આગળ લાવવામાં મહત્વની ભુમીકા ભજવેલ, તેમજ સમાજમાં શીક્ષણને પ્રોત્સાહીત કરતી પ્રવાર્તીઓ માટે સ્વયંસેવક મંડળ, મહીલાઓ માટેશ્રી અંજાર લોહાણા મહીલા વિકાસ ગ્રહ જેવી સંસ્થાઓ રચના કરી યુવાનો અને મહીલાઓને પણ સમાજસેવાની પ્રવાર્તીમાં સાંકળવાનાં પ્રયત્નો કરેલ. જે પૈકી શ્રી મુળજીભાઈ પરસોતમભાઈ જે પૈકી શ્રી મુલજીભાઈ પરસોત્તમભાઈ દશ્રીણી, વિશ્રામભાઈ ખીમજીભાઈ પલણ, આણંદજીભાઈ ઉમરશીભાઈ ઠક્કર(ગોકુબાપા), આણંદજીભાઈ ભવાનજીભાઈ ઠક્કર(વકીલ), વાઘજીભાઈ લાલજીભાઈ પલણ, ડુંગરશીભાઈ પરશોતમ ભાઈ સોમેશ્વર, મંગલજીભાઈ ખીમજીભાઈ પલણ, મંગલજીભાઈ ખીમજીભાઈ માથકીયા, દેવશીભાઈ કલ્યાણજીભાઈ ઠકકર, વિઠ્ઠલદાસ બચુભાઈ કોડરાણી, મુળજીભાઈ સુરજીભાઇ સોમૈયા, રામજીભાઈ પ્રાગજીભાઈ ઠકકર, હરીરામભાઈ મેઘજીભાઈ ઠકકર, કાકુભાઈ ખીમજીભાઈ માથકીયા, રણછોડદાસ કચરાભાઈ ઠકકર, નરશીદાસ મુરજીભાઇ સોમૈયા, તુલસીદાસ ધનજીભાઈ જોબનપુત્રના નામો મુખ્ય ગણાવી શકાય.

વધુ વિગત...

પ્રમુખ નો સંદેશ

મારા વ્હાલા સાથીઓ, જ્ઞાતિબંધુઓ

લગભગ ૨૦૦૦ કુટુંબોનું સંખ્યાબળ ધરાવતો આપણો સમાજ સમસ્ત રઘુવંશી લોહાણા માં એક આગવી ઓળખ ધરાવે છે . શ્રી અંજાર લોહાણા મહાજન અનેક રચનાત્મક પ્રવૃત્તિઓ કરી સમાજને સંગઠનનું બળ પુરું પાડે છે, તેમજ પરિવાર પરિચય વેબ ડેટા બેંક જ્ઞાતિજનોને વિવિધ રીતે ઉપયોગી થશે. આપણા વડીલો અને સમાજ ના સૂત્રધારોએ સખત પરિશ્રમ કરીને સમાજનું સિંચન કર્યું છે જેના ફળસ્વરૂપે આજે આપણે સૌ સમાજ ના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ બન્યા છીએ. આવો, આપણે સૌ સાથે મળીને તન, મન અને ધનથી સમાજના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરીએ. આપ સૌના સતત સહકાર ની અપેક્ષા સહ,

પીન્ટુભાઇ એન ચંદે
પ્રમુખ - શ્રી અંજાર લોહાણા મહાજન

પરિવાર ડેટાબેંક

શ્રી અંજાર તાલુકા કચ્છી લોહાણા મંચ દ્વારા આજના આધુનિક યુગ માં અંજાર તાલુકા માં રહેતા લોહાણા પરિવાર ના તમામ સભ્યો ની માહિતી સાથે ની "ઓનલાઇન પરિવાર ડેટાબેન્ક" માં આજે જ તમારા પરિવાર ની સંપૂર્ણ માહિતી રજીસ્ટર કરો.
રજીસ્ટ્રેશન થયેલા પરિવાર ના સભ્યો ને શ્રી અંજાર લોહાણા મહાજન દ્વારા સારા - નરસા પ્રસંગો ની માહિતી ના જરૂરી એસ.એમ.એસ મુકવામાં આવશે.

મેમ્બર લિસ્ટ